VIDEO: હિંમતનગરમાં કેળાના કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગી, ધુમાડો અને જ્વાળાઓ દેખાતા અફરાતફરી
સોર્સ : gstv
હિંમતનગર શહેરના સેન્ટ ઝેવિયર્સ વિસ્તારમાં આવેલા કેળાના કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. કોલ્ડ સ્ટોરેજમાંથી ધુમાડા સાથે આગની જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે કોલ્ડ સ્ટોરેજમાં રહેલા સામાનને નુકસાન થયું હોવાની શક્યતા છે.
શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

