VIDEO:ખાતર માટે ખેડૂતોના ધક્કા! નવી એપથી સાબરકાંઠામાં ભારે હાલાકી
સોર્સ : GSTV
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો વાવણીના નિર્ણાયક સમયે કેન્દ્ર સરકારની નવી 'ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ' ડિજિટલ એપ્લિકેશનને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જમીનના સર્વે નંબર સાથેની આ જટિલ ઓનલાઇન પ્રક્રિયામાં સર્વર ડાઉન અને ઓટીપીની સમસ્યાને પગલે ખેડૂતો ત્રણ દિવસથી સોસાયટીઓના ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂત આગેવાનો અને સેવા મંડળીના ચેરમેનોના મતે, એપ્લિકેશન અંગ્રેજીમાં હોવાથી સામાન્ય ખેડૂતો માટે સમજવી અશક્ય છે, સાથે જ નક્કી કરાયેલો ખાતરનો જથ્થો જરૂરિયાત કરતા ખૂબ ઓછો છે. અગાઉ આધાર કાર્ડ અને અંગૂઠાની નિશાનીથી મળતું ખાતર હવે આડખીલીઓ વચ્ચે અટવાઈ ગયું છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આ પરેશાન કરતી નવી પ્રણાલી તુરંત પાછી ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે

