Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Family, including Eidar MLA Raman Vora in the case of false farmer, may increase the problem

Sabarkantha news: ખોટા ખેડૂત ખાતેદાર મામલે ઈડરના ધારાસભ્ય રમણ વોરા સહિત પરિવાર ગેરહાજર, મુશ્કેલી વધી શકે છે

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha news: ખોટા ખેડૂત ખાતેદાર મામલે ઈડરના ધારાસભ્ય રમણ વોરા સહિત પરિવાર ગેરહાજર, મુશ્કેલી વધી શકે છે
સોર્સ : GSTV

Sabarkantha news: ભળતા નામનો લાભ મેળવી ખોટા દસ્તાવેજો આધારે ખોટા ખેડૂત બની બેઠેલાં ધારાસભ્ય રમણ વોરાએ મતવિસ્તાર ઈડર નજીક દાવડ ગામમાં ય ખેતીની જમીનો ખરીદી હતી. જે અંગે ફરિયાદ બાદ ઈડર મામલતદાર દ્વારા તપાસ થઈ રહી છે. જેમાં આજ રોજ ધારાસભ્ય રમ વોરા સહિત પુત્રો અને પત્નીને કચેરીમાં હાજર થવાનું ફરમાન હતું. મામલતદાર કચેરીમાં ખોટા ખેડૂત ખાતેદાર સામે મુદત હતી. જેમાં રમણ વોરા, ભૂષણ વોરા, સુહાગ વોરા, સહિત કુસુમ વોરા ગેરહાજર રહ્યા હતા. ત્રણ મુદતોમાં હાજર ન રહેતા વોરા પરિવારની મુશ્કેલીમાં થશે વધારો.

App Store

મળતી માહિતી અનુસાર, ખોટા ખેડૂત ખરાઈના દાખલા આધારે ધારાસભ્ય રમણ વોરાએ સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં જમીન ખરીદી હતી. રાજકીય દબાણ અને અન્ય કારણે સરકારી તંત્ર ધારાસભ્ય રમણ વોરાની ખેતીની જમીનોના દાખલા ઉપરાંત ખેડૂત ખાતેદારની માહિતી જ આપતાં નહોતા જેથી અરજદારે આત્મવિલોપનની ચીમકી આપતા આખરે ઈડર મામલતદાર કચેરીમાં આખો મામલો આવ્યો હતો. જેમાં કુલ ત્રણ મુદ્દતોમાં રમણ વોરા સહિત પરિવાર હાજર ન રહ્યો.

ખોટા ખેડૂત ખાતેદારનો મામલો ઈડર મામલતદાર પૂજા જોશી તપાસ કરી રહ્યાં છે. આજે કચેરી બહાર રમણ વોરા, કુસુમ વોરા, ભૂષણ વોરા, અને સુહાગ વોરાનો બોલ સંભળાયો હતો. ત્રણ-ત્રણ મુદ્દતોમાં વોરા પરિવાર હાજર ન રહેતા હવે મુશ્કેલી વધી શકે છે.  જેથી હવે મામલતદાર કચેરી દ્વારા આવનાર મુદતની તારીખ સાથે હાજર રહેવા કરાશે પત્ર વ્યવહાર.