VIDEO: હિંમતનગરમાં જગદીશ પંચાલે 'સેવા જ્યોતિ યાત્રા'ને કરાવી પ્રસ્થાન
સોર્સ : gstv
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલી મોટી કોલેજ ખાતે જિલ્લા કક્ષાની 'સેવા જ્યોતિ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષે સેવા કાર્યમાં જોડાયેલા તમામ કાર્યકરો અને નાગરિકોનો ઉત્સાહ વધારીને જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા માટે આહ્વાન કર્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના તમામ અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. યાત્રા દરમિયાન સમગ્ર પરિસરમાં સેવા સંકલ્પને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો

