VIDEO: ઈડર એપીએમસીમાં ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડેલા ઉમેદવારોની હાર
સોર્સ : gstv
સાબરકાંઠાની ઇડર એ.પી.એમ.સી. ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવેલા ખેડૂત વિકાસ પેનલના તમામ ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. બીજી તરફ, ભાજપના જ નારાજ કાર્યકર સતીશ પટેલની આગેવાની હેઠળ મેન્ડેટ વિરુદ્ધ મેદાને પડેલી ખેડૂત એકતા પેનલના ૧૦ ઉમેદવારો વિજેતા બન્યા છે. સતીશ પટેલ પક્ષના કાર્યકર હોવા છતાં પક્ષના આદેશ વિરુદ્ધ સમાંતર પેનલ બનાવીને ચૂંટણી લડ્યા હતા. પરિણામો જાહેર થતાં જ વિજયની આશાઓ સાથે મતગણતરી કેન્દ્ર પર પહોંચેલા ભાજપના મેન્ડેટ મળેલા ઉમેદવારોના ચહેરા ઉતરી ગયા હતા અને પક્ષમાં જ સત્તા માટેના દ્વંદમાં બગાવત જોવા મળી.

