VIDEO: ઈડર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિવાદ, બૂથ પર ૨૬ ઓગસ્ટે રી-પોલ થશે
સોર્સ : gstv
સાબરકાંઠાની ઈડર નાગરિક સહકારી બેંકની 13 ડિરેક્ટરોની ચૂંટણીમાં ભાજપ સમર્થિત વિકાસ પેનલના તમામ ઉમેદવારો વિજેતા થયા છે. આશરે 16 હજાર સભાસદોમાંથી 6 હજાર 526એ મત આપ્યા હતા. પરંતુ પરાજિત સમરસ પેનલે બોગસ મતદાન, ઈવીએમમાં પાંચ વધુ મત નીકળ્યા અને મશીનની ખામીના આક્ષેપો સાથે ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. બૂથ નંબર 23ના ઈવીએમમાં ટેકનિકલ એરર સ્વીકારાતાં ૨૬ ઓગસ્ટે રી-પોલિંગ યોજાશે.

