VIDEO: ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનમાંથી મૃત ગરોળી મળવાને લઈને કડક કાર્યવાહી
સોર્સ : gstv
સાબરકાંઠાના ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનમાંથી મૃત ગરોળી મળવાને લઈને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે... અને લાપરવાહી દાખવનાર શિક્ષક અનિલા સુથારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે રસોઈયા જમીલાબેન બલોચ અને મદદનીશ સુગરાબેન સંઘી સહિત ત્રણ પીએમ પોષણ કર્મચારીઓને ફરજમુક્ત કરાયા છે. સદનસીબે સારવાર હેઠળ રહેલા તમામ ૩૬ બાળકો સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ ઘટના બાદ જિલ્લાના ૧૨૦૦ પીએમ પોષણ કેન્દ્રોમાં તાકીદે તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રએ હવેથી બાળકોને પીરસતા પહેલાં આચાર્ય કે શિક્ષકે ભોજનનું ટેસ્ટિંગ કરવું ફરજિયાત બનાવ્યું છે.

