VIDEO: હિંમતનગરમાં OBC વસ્તી ગણતરી અને જિગ્નેશ મેવાણી સાથેના વર્તનને લઈ કોંગ્રેસના ધરણા
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગરમાં આગામી દેશવ્યાપી જનગણનામાં OBC સમાજની અલગથી ગણતરી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ OBC સેલના પ્રદેશ અધ્યક્ષ મહેશ રાજપુતે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર OBC સમાજના અધિકારો છીનવી રહી છે અને યોગ્ય ગણતરી વગર શિક્ષણ અને નોકરીઓમાં સમાન ન્યાય મળવો અશક્ય છે. આ સાથે જ ગાંધીનગર ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસી કાર્યકરો સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત દુર્વ્યવહારનો પણ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

