VIDEO: બાળ તસ્કરી કેસમાં ગાડીનો માલિક બુટલેગર હોવાનો ખુલાસો
સોર્સ : gstv
સાબરકાંઠા બાળ તસ્કરી કેસમાં ઈકો ગાડીના માલિક અને ચાલક બિપિન સોમાજી ઠાકોરની ભૂમિકા સામે આવી છે, જેને બનાસકાંઠાનો બુટલેગર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાબરકાંઠા પોલીસે આ કેસમાં અત્યાર સુધી સાત આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે. બિપિન ઠાકોર અંબાજીનો રહેવાસી છે અને હડાદ વિસ્તારમાં દારૂના વેપાર સાથે સંકળાયેલો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ભૂતકાળમાં પણ બિપિન ઠાકોર સામે બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનના ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ તપાસમાં બિપિન ઠાકોર પાસેથી બાળ તસ્કરી કેસને લઈને વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

