Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : MLA Kanani Lalghum against the health department after the death of a 5-year-old girl in Surat

VIDEO: સુરતમાં ૫ વર્ષની બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ સામે ધારાસભ્ય કાનાણી લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં ફૂડ પોઈઝનિંગથી ૫ વર્ષની માસુમ બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીએ મોરચો માંડ્યો છે. કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને મનપાના અધિકારીઓની નીતિ-રીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ઘટના બન્યા બાદ જ અધિકારીઓ કેમ તપાસ કરવા દોડે છે? હજારો કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાય છે ત્યારે અગાઉ અધિકારીઓ ક્યાં હતા? માત્ર રેસ્ટોરન્ટ સીલ કરવા કે નોટિસ આપવાથી કડક કાર્યવાહી ન કહેવાય. લોકોમાં કાયદાનો ડર રહે તે માટે કડક કાયદાકીય પગલાં ભરવાની જરૂર છે.

App Store