Sabarkantha: સામૂહિક આપઘાતનો મામલો, પિતા સહિત બંને બાળકોના મૃતદેહ માદરે વતન લાવ્યા
સોર્સ : GSTV
સુરતમાં સામૂહિક આપઘાત મામલે મૃતદેહો માદરે વતન લવાયા છે. પિતા સહિત બે બાળકોના મૃતદેહ સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા લવાયા છે. નોંધનીય છે કે પત્નીનો અન્ય પુરુષ સાથે ગેરસંબંધને પગલે બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું હતું. પિતા અલ્પેશ સોલંકી સહિત બંને બાળકોના મોતને લઈ પરિવારમાં આક્રંદ છે. પિતા અલ્પેશ સોલંકી શિક્ષક હતા. શિક્ષકના મોતને પગલે સમજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે સુરત પોલીસે સામૂહિક આપઘાત મામલે બે ફરિયાદ નોંધી છે. પિતા સહિત બંને બાળકોની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડ્યું હતું. ભારે હૈયાફાટ રુદન સાથે મૃતકોની નીકળી અંતિમ યાત્રા નીકળી હતી. આ મામલે પરિવારે આરોપી ઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.

