VIDEO: બાળ તસ્કરી કેસમાં માસ્ટરમાઈન્ડ સહિત 2 મુંબઈથી ઝડપાયા
સોર્સ : gstv
સાબરકાંઠા બાળ તસ્કરી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને માસૂમ બાળકીને ખરીદનાર મુખ્ય દલાલ સીતારામ પરમાર તથા કવિતાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. SOG અને AHTUની ટીમે બંને આરોપીઓને ઝડપી હિંમતનગર લાવી વધુ તપાસ હાથ ધરી છે. પોશીના વિસ્તારની માસૂમ બાળકીનો સોદો કરવાના કેસમાં પોલીસે કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ માસ્ટરમાઈન્ડ સીતારામ પરમાર અને કવિતાએ અત્યાર સુધીમાં 12 જેટલા માસૂમ બાળકોને ખરીદીને વેચ્યા હોવાની કબૂલાત કરી છે. બંનેની ધરપકડ બાદ બાળ તસ્કરીના આ નેટવર્ક અંગે આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

