Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Rambunctious accident near big wadi on Chotila-Saila highway: Dumper rammed into back of truck

VIDEO: ચોટીલા-સાયલા હાઈવે પર મોટી વાડી પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ડમ્પર ઘૂસી ગયું

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચોટીલા-સાયલા હાઈવે પર આવેલી મોટી વાડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર આગળ જઈ રહેલી એક પીકઅપ ગાડીને બચાવવા માટે ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા, પાછળથી પૂરપાટ ઝડપે આવતું ડમ્પર સીધું ટ્રકમાં ઘૂસી ગયું હતું. આ જોરદાર ટક્કરને કારણે ડમ્પરનો આગળનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત થયો હતો અને ચાલક કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી, પતરા ખેંચીને ચાલકને સુરક્ષિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store