VIDEO: ભાદર-1 ડેમમાં પાણીની ઘટ, ખેડૂતો ચિંતિત
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર-1 ડેમમાં હાલ માત્ર 23.74 ટકા એટલે કે 1,584 MCFT પાણીનો જથ્થો બચ્યો છે. જોકે ડેમ ઈજનેરના જણાવ્યા મુજબ હાલ ઉપલબ્ધ પાણી પીવાના ઉપયોગ માટે અનામત છે અને માર્ચ સુધી ચાલે તેમ હોવાથી સિંચાઈ માટે પાણી છોડવું શક્ય નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો હવે આકાશ સામે મીટ માંડી બેઠા છે અને સારો વરસાદ પડે તો જ ઉભો પાક બચવાની આશા રાખી રહ્યા છે.
વરસાદ ખેંચાવવાને કારણે ખેતરોમાં મગફળી કપાસ સોયાબીન સહિતના પાક ને જરૂરિયાત પાણીની છે. પણ ખેતરમાં બોર-કુવામાં જળસ્તર સુકાઈ ગયા છે. જેથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સૌની યોજના હેઠળ ભાદર-1 ડેમ ભરવામાં આવે અને પાક બચાવવા સિંચાઈનું પાણી છોડવામાં આવે.

