VIDEO : ધોરાજીમાં સિંચાઈ વિભાગ સામે ખેડૂતોનું હલ્લાબોલ, ભાદર-1ની કેનાલોના સમારકામ માટે માંડ્યો મોરચો
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ સિંચાઈ વિભાગ સામે મોરચો માંડ્યો છે. ભાદર-1 સિંચાઈ યોજનાની કેનાલો અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આગામી ચોમાસુ પાક માટે પાણીના બગાડની ભીતિ સેવાઈ રહી છે. ધોરાજી નજીકથી પસાર થતી કેનાલોમાં હાલ કચરો અને ઝાંખરાઓનું સામ્રાજ્ય જામ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે દિવાલો તૂટી ગઈ હોવાથી ખેતરો સુધી પૂરતું પાણી પહોંચશે નહીં. બીજી તરફ, સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે કેનાલના રિનોવેશન માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. જોકે, રોષે ભરાયેલા ખેડૂતોએ ચીમકી આપી છે કે જો ચોમાસુ સીઝન પહેલા સમારકામ નહીં થાય, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતોની આ જીવાદોરી સમાન કેનાલની મરામત હવે સમયની માંગ બની છે.

