VIDEO: ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું, ખેડૂતોને મળી રાહત
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ 8 ઓગસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખી સિંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી હતી. તેમની માંગને ધ્યાને લઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. પાણી છોડાતા ભાદર કેનાલ કાંઠાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. અંદાજે 500 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે, જ્યારે વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતોને રાહત મળી છે.

