Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Dhoraji: Four people died when the car fell into the river after breaking the railing of the Bhadar-2 bridge

ધોરાજી: ભાદર-2 પુલની રેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતા ચાર લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2024
લાઇવ ટીવીGoogle News
ધોરાજી: ભાદર-2 પુલની રેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતા ચાર લોકોના મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ધોરાજી નજીક ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ધોરાજીના ભાદર-2 પર બનાવેલા પુલની રેલિંગ તોડીને બેકાબૂ કાર નદીમાં ખાબકી હતી.

App Store

કારમાં સવાર એક પુરુષ અને ત્રણ મહિલાના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં જે ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે, તે તમામ ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે.

મૃતકો


સંગીતાબેન કોયાણી 55
લીલાવંતી બેન ઠુંમ્મર 52
દિનેશભાઈ ઠુંમ્મર 55
હાર્દિકા બેન ઠુંમ્મર 22

તરવૈયાઓની મદદથી તમામના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે કાર ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડીવાઈડર તોડી પુલ નીચે ખાબકી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોઁધીને આગળની તપાસ હાથ ધરી છે.