Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Villagers protest against overbridge on NH-27

Rajkot: NH-27 પર ઓવરબ્રિજના વિરોધમાં ગ્રામજનોનો હલ્લાબોલ, 'નેશનલ હાઇવે ઓથોરિટી હાય હાય'ના નારા લગાવ્યા

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નેશનલ હાઈવે નંબર 27 પર શાપર-વેરાવળ જંકશન પાસે સૂચિત વધારાના ઓવરબ્રિજને લઈને વિવાદ વકર્યો છે. આ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે આજે મોટી સંખ્યામાં વેરાવળના ગ્રામજનો અને સ્થાનિક અગ્રણીઓ રાજકોટ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ આ બ્રિજને રદ કરવાની અથવા ડિઝાઇનમાં ફેરફાર કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને નેશનલ  હાઈવે ઓથોરિટી હાય હાયના નારા લગાવ્યા હતા. 

App Store

ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં યોગ્ય ફેરફાર કરવામાં નહીં આવે અથવા તેને રદ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરશે.