VIDEO: રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બિલ વિવાદ, કોન્ટ્રાક્ટરનો ખુલાસો સામે આવ્યો
સોર્સ : gstv
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન પાણી અને મંડપના ખર્ચનો વિવાદ સામે આવ્યો હતો, જે અંગે હવે ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે. દેસાઈએ જણાવ્યું કે ૨૦૨૩ના રેટ કોન્ટ્રાક્ટ મુજબ પાણીની બોટલનો ભાવ ૮ રૂપિયા નક્કી કરાયો હતો, જે મુજબ બિલ રજૂ કરાયું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ બજારમાંથી સસ્તા દરે બોટલો ખરીદી પૂરી પાડતા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે ઓગસ્ટ ૨૦૨૫માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવા છતાં, નવી એજન્સીની નિમણૂક ન થતા કામગીરી ચાલુ રાખવી પડી હતી. હાલ નવા કોન્ટ્રાક્ટમાં બોટલનો ભાવ ૪.૫૦ રૂપિયા છે. સંચાલકે આ બિલની ચુકવણી થઈ ચૂકી હોવાનો પણ દાવો કર્યો છે.

