Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Today marks two years since the horrific incident of the TRP Game Zone fire in Rajkot, 27 innocent people were burnt alive

VIDEO: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ , દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ દુર્ઘટનામાં ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરણ સહિત ૨૭ નિર્દોષ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. કેસની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, કુલ ૧૬ આરોપીઓમાંથી ૨ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સહિત બાકીના ૧૪ આરોપીઓ હાલ જામીન પર જેલની બહાર છે.પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે નવેમ્બર ૨૦૨૪માં ફરિયાદી પક્ષ દ્વારા કોર્ટમાં 'ડે ટુ ડે' કેસ ચલાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, આરોપીઓ દ્વારા લાંબા સમય સુધી વકીલ રાખવાનું ટાળવામાં આવતા ટ્રાયલની કામગીરીમાં ભારે વિલંબ થયો છે. અગ્નિકાંડના બે વર્ષ બાદ પણ પીડિતો હજુ કાનૂની ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

App Store