VIDEO: "TRP ગેમ ઝોન કાંડમાં ભાજપના નેતાઓ સામેલ હોવા છતાં કેમ કાર્યવાહી નહીં?" મનીષ સિસોદિયાના ભાજપ પર આકરા પ્રહાર
સોર્સ : GSTV
રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાત ભાજપનું ગુલામ નથી અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 'આપ' પૂર્ણ બહુમત સાથે આવશે. TRP ગેમ ઝોન કાંડનો ઉલ્લેખ કરતા સિસોદિયાએ આરોપ લગાવ્યો કે આમાં ભાજપના નેતાઓ સામેલ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. વધુમાં, હવાલાકાંડ અંગે તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, માત્ર ૩૦ સેકન્ડના વીડિયો નહીં પણ આખા દિવસના ફૂટેજ જાહેર કરવા જોઈએ, જેથી સત્ય બહાર આવે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ૩૦ વર્ષના શાસનમાં હવાલાકાંડ ચાલે તે સરકાર માટે શરમજનક બાબત છે.

