VIDEO: વંટોળ ફુંકાતા સુકાવા મૂકેલી જેતપુર ઉદ્યોગની સાડીઓ હવામાં ઉડતી નજરે પડી
સોર્સ : GSTV
VIDEO: રાજકોટ જિલ્લામાં આવેલું અને કોટન સાડી માટે જાણીતું જેતપુર નગરમાં આજે બપોરે ભારે પવન ફુંકાયો હતો. જેથી ખુલ્લા પટમાં તડકામાં સુકાવા મૂકેલી સાડીઓ હવામાં ઉડવા લાગી હતી. જેથી ઉંચે આકાશમાં રંગબેરંગી સાડીઓ ઉડતી હોય તેવા દ્રશ્યો કૅમેરામાં કેદ થયા હતા.
સાડીઓ ફિનિશિંગ માટે સૂર્ય પ્રકાશમાં ખુલ્લા પટમાં સૂકવવામાં આવતી હોય છે. પરંતુ બપોરે ભારે પવન અને વંટોળને લીધે સાડીઓ રીતસરની હવામાં ઉડની નજરે પડી હતી. જેના લીધે આખું આકાશ રંગીન નજરે પડી રહ્યું હતું. આકાશમાં સાડીઓ ઉડતી હોય તેવા દ્રશ્યોનો વીડિોયો વાયરલ થયો હતો.

