VIDEO: રાજકોટના રહેવાસી ધ્યાન આપે; શહેરની પ્રખ્યાત હોટેલે કર્યા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના લેવામાં આવેલા નમૂનાઓ ફેલ થતા ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીના જણાવ્યા અનુસાર, શહેરની પ્રખ્યાત GJ3 ઢોસાના સાંભાર અને દ્વારકાધીશ હોટેલની ચટણીના નમૂનામાં જોખમી સિંથેટિક ડાઈ મળી આવી છે. આ ભેળસેળયુક્ત પદાર્થો આરોગ્ય માટે અત્યંત અનસેફ જાહેર કરવામાં આવ્યા છે.
ડો. વાકાણીએ ચેતવણી આપી છે કે આવી રાસાયણિક ડાઈના ઉપયોગથી આંતરડામાં સોજો, કિડનીની ગંભીર બીમારીઓ અને આંતરડાનું કેન્સર જેવી જીવલેણ સમસ્યાઓ થઈ શકે છે. આરોગ્ય વિભાગે હોટલ સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને આ સજાને અન્ય વેપારીઓ માટે દાખલારૂપ ગણાવી છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

