Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Madhupras craze in Rajkot amid scorching heat

VIDEO: રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે મધુપ્રાસનો ક્રેઝ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જતાં લોકો અસહ્ય તાપથી હેરાન-પરેશાન થઈ ગયા છે. આ કાળઝાળ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે રાજકોટીયનો હવે નીરા કેન્દ્ર પર મળતા 'મધુપ્રાસ' તરફ વળ્યા છે, જેના લીધે કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

App Store

તાડીના ઝાડમાંથી કુદરતી રીતે બનતું આ મધુપ્રાસ શરીરમાં તાત્કાલિક ઠંડક અને અદભુત એનર્જી આપે છે. ગરમીથી બચવા માટે આ હેલ્ધી ઓપ્શન અપનાવનારા સ્થાનિક લોકોનું કહેવું છે કે, આવા આકરા તડકામાં ગરમ ચા પીવા કરતાં શરીરને સ્ફૂર્તિ આપતું મધુપ્રાસ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું વધારે ગુણકારી છે.