VIDEO: પડધરીમાં બાળકો ઉઠાવતી ગેંગ હોવાની શંકાએ નિર્દોષ વ્યક્તિ પર હુમલો, માજી સરપંચ સહિત ત્રણની ધરપકડ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામમાં છોકરા ઉપાડનાર ગેંગ સક્રિય હોવાની અફવાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેમાં ગત 13 તારીખની રાત્રે ગામમાં ભટકતા એક નિર્દોષ પરપ્રાંતિય વ્યક્તિને શંકાના આધારે માજી સરપંચ સહિતના લોકોએ લીમડે બાંધી લાકડી, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે માર માર્યો હતો.
આઘાતજનક બાબત એ છે કે વ્યક્તિને નિર્દયતાથી માર્યા બાદ આરોપીઓએ પોતે જ 112 પર ફોન કરી પોલીસને ખોટી માહિતી આપી ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સત્ય સામે આવતા પડધરી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી માજી સરપંચ ભીખુભા જાડેજા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે આ ઘટનામાં સામેલ હરિજીતસિંહ ઉર્ફે રાજા જાડેજા નામના અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

