Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Preparations for Saurashtra's famous Bhatigal Lok Mela are being finalized

VIDEO: સૌરાષ્ટ્રના પ્રખ્યાત ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાશે. આ મેળો જન્માષ્ટમી દરમ્યાન 5 દિવસ યોજાશે. આ વખતે તંત્રએ લોકમેળાને "શૌર્યનું સિંદૂર" રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના વર્ષોથી જૂના અને જાણીતા આ ભાતીગળ લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે. 

App Store

રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી શહેરો સહિત આસપાસના નાના ગામડાઓમાંથી લાખો લોકોનું ઘોડાપૂર આ જન્માષ્ટમીના લોકમેળામાં આનંદ, મોજ-મજા માટે આવે છે. મેળામાં ધૂમ ખરીદી, ખાવા-પીવા અને રાઈડની મોજ માણતા હોય છે. દર વર્ષે યોજાતા આ લોકમેળામાં વર્ષોથી આવી રીતે જ જનમેદની ઉમટતી હોય છે. અનેક વિવાદો બાદ આ વખતે લોકમેળો યોજાઈ રહ્યો છે. કારણ કે, રાઈડની મંજૂરીને લઈ તંત્ર અને સંચાલકોમાં વિમાસણ હતી. આ ઉપરાંત લોકોની વધુ સંખ્યામાં કોઈ દુર્ઘટના કે બનાવ બને તે અંગે તંત્રને ભારે મૂંઝવણ હતી. જેથી રાઈડની  મંજૂરી માટે ખૂબ ચર્ચા પણ કરવામાં આવી હતી. આગામી 14થી 18 ઓગસ્ટે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે લોકમેળા માટે સંચાલકો અને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.