Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Statement by Congress chief spokesperson Dr. Manish Doshi regarding the scam going on in medical colleges in the state

VIDEO: રાજ્યમાં મેડિકલ કૉલેજોમાં ચાલતા કૌભાંડ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: રાજ્યમાં બ્રાઉન અને ગ્રીન ફિલ્ડ સ્કીમ હેઠળ મેડિકલ કૉલેજના નામે મોટું કૌભાંડ અંગે બેઠકો વધારવાના નામે મોટી ગરબડ થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ મૂક્યો હતો. આ યોજનાથી 20 એકર જમીન, સિવિલ હોસ્પિટલ, કોલેજ દીઠ 11.25 કરોડ રૂપિયા એટલે કે, 5 વર્ષે 60 કરોડ રૂપિયા મળવા પાત્ર થતા હોય છે. ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ કૉલેજમાં વધારો થાય તે આવકાર્ય હોય છે. જો કે, ભાજપ સરકારે મંજૂરીના નામે કરોડો વેપાર કરે છે. 

App Store

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આગળ જણાવ્યું કે, ભાજપ સરકાર વિધાર્થી હિતના નામે સરકારી મિલકત અને કૉલેજો સોંપી દેવી તે કાવતરાં માટે છે. ભાજપની સરકારે કરોડો લઈને યુનિવર્સિટીઓને મંજૂરીઓ આપી દીધી છે. પોતાના મળતિયાઓને સિવિલ સોંપી દેવી,કૉલેજો સોંપી દેવાનું કામ કર્યું છે. 30 જૂનના રોજ નેશનલ મેડિકલ કૉલેજોનું એક કૌભાંડ સામે આવ્યું છે. સીબીઆઈએ ફરિયાદ લખીને મેડિકલ કૉલેજોમાં બેઠકો વધારવાનું કૌભાંડ ખુલ્યું હતું. જેથી સીબીઆઈએ ફરિયાદ નોંધી તેવા આરોપી નંબર-35 વિશ્વ મંગલ ગુરુકુળ કલોલના ભક્તવત્સલ સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. વળી આ જ સંસ્થાને મહીસાગર અને ખેડા ખાતે નવી મેડિકલ કૉલેજ માટે માંગી મંજૂરી છે. તાજેતરમાં આરોગ્ય વિભાગ ખાતે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ નવી કૉલેજો મંજૂર પ્રેઝેન્ટેશન આપવામાં આવે છે. ગેરરીતિ વાળી કૉલેજોને બીજી નવી કૉલેજોને મંજૂરી આપવામાં આવી રહી છે. ચંદા દો અને ધંધા લોની નવી યોજનાઓ ભાજપે લાવી છે. આવા ભ્રષ્ટ લોકોને સિવિલ હોસ્પિટલ સોંપવાની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલે છે. આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રીના આશીર્વાદથી ચાલે છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.