VIDEO: પોલીસ સ્ટેશન બહાર કાળા કાચવાળી કારનો વીડિયો વાયરલ, નિયમો સામે સવાલ
સોર્સ : gstv
રાજકોટના ગોંડલ સિટી પોલીસ સ્ટેશન બહારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ટ્રાફિક નિયમોના પાલનને લઈને સવાલો ઉઠ્યા છે. વીડિયોમાં પોલીસ સ્ટેશનની બહાર કાળા કાચવાળી સફેદ કાર જોવા મળે છે, જેના આગળના કાચ પર મોટા અક્ષરે ‘POLICE’ લખેલું નજરે પડે છે. ઉપરાંત ત્યાં પાર્ક કરાયેલી કાળા રંગની સ્વિફ્ટ કારમાં પાછળની નંબર પ્લેટ જોવા મળતી નથી અને તેના કાચ પણ કાળા હોવાનું વીડિયોમાં દેખાય છે. સામાન્ય નાગરિકો પાસેથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ આવા વાહનો જોવા મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો સામે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ ઉઠ્યો છે.

