VIDEO: અમદાવાદ: પોલીસે કુખ્યાત બાબુ કાલીયા ગેંગ પર કરી મોટી કાર્યવાહી, ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો
સોર્સ : gstv
અમદાવાદમાં સંગઠિત અપરાધ આચરતી કુખ્યાત બાબુ કાલિયા ગેંગ વિરુદ્ધ ઝોન-૭ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.... ગેંગના ૩ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.... ફતેવાડીના મુખ્ય આરોપી મુજાહિદ અલી ઉર્ફે બાબુ કાલીયા સામે હત્યાના પ્રયાસ, નાર્કોટિક્સ અને હથિયારોની હેરાફેરી સહિતના કુલ ૧૭ ગંભીર ગુના નોંધાયેલા છે. આ કેસમાં બાબુ કાલીયા અને વસીમ ઉર્ફે ડેમો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જ્યારે ત્રીજો આરોપી રોઝાનખાન વોન્ટેડ છે. પોલીસ હાલ બાબુ કાલીયાના બે દિવસના રિમાન્ડ મેળવીને ગેંગના અન્ય નેટવર્ક અને સંડોવાયેલા શખ્સોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

