VIDEO: આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાનું નિવેદન: 'લગ્નનો અધિકાર ખરો, પણ માતા-પિતાની સંમતિ અને સંસ્કાર જરૂરી
સોર્સ : GSTV
રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ પાટીદાર સમાજની દીકરીઓના આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક વ્યક્તિને લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે, પરંતુ આવા મોટા નિર્ણયો લેતાં પહેલાં માતા-પિતા અને વાલીઓને વિશ્વાસમાં લેવા ખૂબ જ જરૂરી છે. ટીલાળાએ પાટીદાર દીકરીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને પરિવારની અપેક્ષાઓને હંમેશા ધ્યાનમાં રાખે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આવા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે માત્ર કાયદાઓ પૂરતા નથી, પરંતુ સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવી પણ એટલી જ અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ વિવાદાસ્પદ સ્થિતિ ન સર્જાય.

