Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Involvement of 2 people including a lawyer in the kidnapping of a 6-year-old girl in Rajkot revealed

VIDEO: રાજકોટમાં 6 વર્ષની બાળકીના અપહરણમાં વકીલ સહિત 2 શખ્સોની સંડોવણી ખુલી

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચારી 6 વર્ષની બાળકીના અપહરણ કેસમાં પોલીસે સીસીટીવી, સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આ કેસ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ફોઈએ ભત્રીજીનું અપહરણ કરવા તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં વકીલ સહિત બે શખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસે આ કેસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. ફોઈની જગ્યાએ પોલીસે બાળકીના પિતાને ફરિયાદી બનાવ્યો હતો.

App Store

પોલીસની તપાસમાં વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા બહેને અપહરણનું તરક્ટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી પ્રદ્યુમનનગર પોલીસે ફોઈ રીમા માખાણીની અટકાયત કરી છે. વિવાદ ચાલતો હતો. જેથી ભેજાબાજ ફઈએ મોરબી પહોંચી કાર બદલાવી નાખી હતી. ભૂજ, મહેસાણા, રાજસ્થાન થઈ ઇન્દોર પહોંચ્યા હતા. રૂપિયામાં પણ ઓછો હિસ્સો મળતો હોય પારિવારિક માથાકૂટમાં ચાલતી હતી. પાંચ માસ સુધી પ્લાન ઘડયા બાદ વકીલ સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો. પરિવાર પાસે ધાર્યું કરાવે તે પૂર્વે જ પોલીસ પાછળ હોવાની જાણ થઈ જતાં પ્લાન કેન્સલ કરી પોતે જ ભાઈને ફોન કરી દીધો હતો.