VIDEO: રાજકોટમાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં આંતરિક વિવાદ, પૂર્વ કોર્પોરેટરને ટિકિટ ન મળતા રોષ વ્યક્ત કર્યો
સોર્સ : GSTV
રાજકોટમાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં આંતરિક વિવાદ અને નારાજગી સપાટી પર આવી છે. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ ટિકિટ ન મળતા મીડિયા સમક્ષ ઉગ્ર રોષ ઠાલવ્યો છે અને કોંગ્રેસના પ્રભારી જેનીબેન ઠુંમર પર જ્ઞાતિવાદ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ બાબતે તેમણે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પણ રજૂઆત કરી છે. પોતાની લોકચાહનાનો ઉલ્લેખ કરતા તેમણે માંગ કરી છે કે પક્ષમાં કોઈ જાણકાર વ્યક્તિને પ્રભારી તરીકે નિમણૂક આપવી જોઈએ અને ટિકિટ વિતરણમાં જ્ઞાતિવાદ ન થવો જોઈએ.

