Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Candidate selection process gets messed up in Congress stronghold ward in RAJKOT

VIDEO: RAJKOTમાં કોંગ્રેસના ગઢ ગણાતા આ વોર્ડમાં ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું, ભાજપ પાડી શકે છે મોટો ખેલ!

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં ઉમેદવારોની પસંદગીનું કોકડું ગૂંચવાયું છે, જેના કારણે ભાજપ અહીં મોટો ખેલ પાડે તેવી અટકળો તેજ બની છે. પૂર્વ કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને પ્રવીણ સોરાણી કેસરીયા કરશે તેવી ચર્ચાઓ વચ્ચે વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું છે કે, પ્રવીણ સોરાણીએ અગાઉ પણ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી હતી, જો તેઓ ભાજપમાં જશે તો તેમને રોકી શકાય નહીં. સાગઠિયાએ ઉમેર્યું કે આનાથી તેમને વ્યક્તિગત નુકસાન થઈ શકે પણ પાર્ટીને નહીં. અંદરોઅંદરના ગજગ્રાહને કારણે કોંગ્રેસે હજુ આ વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા નથી, જેનો ફાયદો ઉઠાવવા ભાજપ સક્રિય બન્યું છે.

App Store