Video/ Rajkot ના સરદારનગર વિસ્તારમાં મકાનના ફળિયામાં લાગી આગ, અફરાતફરીનો માહોલ
સોર્સ : gstv
રાજકોટ શહેરના સરદારનગર વિસ્તારમાં ગત રાત્રે એક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મકાનના ફળિયામાં આગ લાગતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી અને આગ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો.
આગ મકાનના ફળિયામાં લાગી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. આગની ઘટનામાં મોટું નુકસાન થતું પણ અટકાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેને લઈ વિસ્તારમાં ચર્ચા જાગી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

