VIDEO: જેતપુર પંથકમાં ખેડૂતો કપરી મુશ્કેલીમાં મુકાયા, પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોઈ
સોર્સ : gstv
રાજકોટના જેતપુર પંથકમાં ડીઝલની ભારે અછતના કારણે ખેડૂતો કપરી મુશ્કેલીમાં મુકાયા છે. ખેતીના કામકાજ માટે ડીઝલ મેળવવા ખેડૂતોએ વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે, તેમ છતાં ડીઝલ મળશે કે કેમ તે અનિશ્ચિતાએ તેઓનું ટેન્શન વધાર્યુ.
હાલત એવી છે કે ખેડૂતોને ટ્રેક્ટર કે ખેતીવાડીના કામ માટે ડીઝલ મેળવવા પણ પોતાના 7-12 અને 8-અના જમીનના દાખલા બતાવવા ફરજિયાત બન્યા છે. કડક નિયમો અને અછતના કારણે ખેડૂતોનો કિંમતી સમય બગડી રહ્યો છે. ખેડૂતો સરકાર સમક્ષ ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

