Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Khodaldham Trust Chairman Naresh Patel gives clear indication of retirement

VIDEO : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ટ્રસ્ટમાંથી નિવૃત્તિ લેવાના આપ્યા સ્પષ્ટ સંકેત

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ટ્રસ્ટમાંથી નિવૃત્તિ લેવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2027માં ખોડલધામના 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ બાદ તેઓ આરામ કરવા માંગે છે. વર્ષોથી સેવા કાર્યમાં વ્યસ્ત રહેલા નરેશભાઈએ જણાવ્યું હતું કે, હવે તેમની ટીમ સક્ષમ છે અને સંસ્થાનું સંચાલન કરી શકે તેમ છે. આ સાથે તેમણે પરિવારવાદની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટતા કરી હતી કે તેમના પરિવારમાંથી કોઈ તેમની જગ્યા લેશે નહીં. દશાબ્દી મહોત્સવ માટે રથનું પ્રસ્થાન કરાવી તેમણે આગામી સમયની નવી રૂપરેખાના સંકેતો પણ આપ્યા છે.

App Store