VIDEO : Rajkot મર્ડર કેસમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મોટી કાર્યવાહી: બે PI, એક PSI અને ASI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ!
રાજકોટ જિલ્લામાં પડધરીના ખખડાબેલા ગામે યુવકીની હત્યા કેસમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બેદરકારી દાખવનારા પડધરીના તત્કાલીન પીઆઇ એચ.એન.રાઠોડ, પીઆઇ એસ.એન.પરમાર, પી.એસ.આઇ જે.જે.વાળા અને એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ સુધી દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપીઓ ફરાર હતા. અને ફરાર આરોપીઓને પોલીસ ઝડપી પાડે તે પૂર્વે જ નરાધમોએ ફરિયાદીની હત્યા કરી હતી. મૃતકે જાનથી મારી નાંખવાની ધમકીઓ મળ્યાં બાદ રક્ષણ માટે પણ અરજી કરી હતી તેમ છતાં પણ બે વર્ષ સુધી સ્થાનિક પોલીસ આરોપીઓને ઝડપી ન શકી. ખાસ તો પીઆઈ એસ.એન. પરમાર 15 દિવસમાં બીજી વખત સસ્પેન્ડ થયા છે. અગાઉ લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા એસ.એન.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

