VIDEO/ Rajkot: ધોરાજીમાં મોંઘવારીથી ગૃહિણીઓ ત્રસ્ત, તો બીજી તરફ ડીઝલ વિના ખેડૂતો બેહાલ!
સોર્સ : GSTV
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચતા ધોરાજી પંથકમાં મોંઘવારી વકરી છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઈંધણની અછત અને ટ્રાન્સપોર્ટેશનના વધેલા ભાડાના કારણે શાકભાજી તથા દૈનિક ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને પગલે ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. માર્કેટમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત પણ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ટ્રેક્ટર અને ખેતીના અન્ય સાધનો માટે ડિઝલ ન મળવાના કારણે સીઝન દરમિયાન જ ખેતીના કામો અટકી પડ્યા છે.

