Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Long queue of vehicles in scorching heat to get petrol and diesel in Dhoraji Panthak

VIDEO/ Rajkot: ધોરાજી પંથકમાં પેટ્રોલ-ડીઝલ મેળવવા કાળઝાળ ગરમીમાં લાગી વાહનોની લાંબી કતાર

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પેટ્રોલ-ડીઝલની તીવ્ર અછત અને સતત થઈ રહેલા ભાવવધારાને કારણે ખેડૂતો તથા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઈંધણ મેળવવા માટે વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે લોકોને આ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે.

App Store

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૩.૮૪ અને ડીઝલના ભાવમાં રૂ. ૪.૯૬નો તોતિંગ વધારો નોંધાયો છે. એકતરફ મોંઘવારી અને બીજી તરફ જરૂરિયાત મુજબનું ઈંધણ ન મળવાને કારણે સ્થાનિક ખેતીના કામો અને દૈનિક પરિવહન સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. આ અસુવિધાને પગલે સામાન્ય નાગરિકો અને જગતના તાતમાં તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.