VIDEO: ધોરાજી સિવિલ હોસ્પિટલની OPD 700ના આંકડાને પાર પહોંચી
સોર્સ : gstv
ધોરાજીમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા-ઊલટી અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની OPD 700ના આંકડાને પાર પહોંચી છે. શહેર અને આસપાસના 29 ગામોના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં સતત પહોંચી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મેડિકલ અધિકારીઓ મુજબ ગરમીના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં અસર વધુ જોવા મળી રહી છે. તબીબોએ લોકોને હળવા અને સુતરાઉ કપડાં પહેરવા, પૂરતું શુદ્ધ પાણી પીવા અને બહારનું વાસી ખોરાક ટાળવા અપીલ કરી છે.

