Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Civil Hospital on alert mode, special ward ready for heat stroke patients

VIEO: Rajkot / ધોરાજીમાં કાળઝાળ ગરમીનો કહેર; સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર, હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાળઝાળ ગરમી અને હીટવેવની અસરને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. હીટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ અને નર્સિંગ સ્ટાફને 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. તાપમાનમાં વધારાને કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે. હાલમાં દરરોજ OPDમાં 700થી વધુ દર્દીઓ હોય છે, જેમાં મોટાભાગે તાવ, ચક્કર અને ઉલટીના કેસ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલના અધિક્ષકે લોકોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી કામ વગર બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી બહાર ન નીકળવું. હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ અને ઈન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

App Store