VIDEO: Rajkot / વીરપુરમાં પહેલા મતદાન, પછી જાન, વરરાજાએ લગ્ન મંડપે જતાં પહેલાં બજાવ્યો મતાધિકાર
સોર્સ : GSTV
યાત્રાધામ વીરપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વરરાજાએ લગ્ન માટે જાન લઈને નીકળતા પહેલા મતદાન મથકે પહોંચી પોતાનો મત આપ્યો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વરરાજાએ જણાવ્યું કે લગ્ન જીવનનો મહત્વનો પ્રસંગ છે, પરંતુ મતદાન દેશ પ્રત્યેની ફરજ છે. તેમના આ પગલાને કારણે મતદારો અને ચૂંટણી સ્ટાફમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

