VIDEO/ ધોરાજીમાં પશુપાલકો પર બેવડો માર, આકરા ઉનાળા વચ્ચે પાણી-ઘાસચારાની તીવ્ર અછત
સોર્સ : GSTV
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હાલ પશુપાલકો માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, જ્યાં એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પાણીની તંગી મોટી સમસ્યા બની છે. ધોરાજી આસપાસના ચેકડેમ, તળાવો અને નદીઓ લગભગ સૂકાઈ જતા પશુપાલકોને તેમના પશુઓને પાણી પીવડાવવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. પાણી માટે કલાકો સુધી ભટકવું પડે છે, જેના કારણે રોજિંદા જીવનમાં વધારાનો ભાર પડી રહ્યો છે. એક તરફ પાણીની અછત તો બીજી તરફ ઘાસચારો અને પશુ દાણના વધતા ભાવે પશુપાલકોને આર્થિક રીતે સંકડામણ અનુભવી રહ્યા છે. ખર્ચમાં સતત વધારો અને આવકમાં ઘટાડાને કારણે તેમની આર્થિક સ્થિતિ કપરી બની રહી છે.
આકરા તાપમાનની અસર પશુઓ પર પણ જોવા મળી રહી છે અને દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે પશુપાલકોમાં સરકાર તરફથી તાત્કાલિક રાહત અને મદદની માંગ ઉઠી છે.

