Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot/ Horrific accident between car and ice cream truck near Sorathiyawadi Circle, driver rescued

VIDEO: Rajkot/ સોરઠીયાવાડી સર્કલ પાસે કાર અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માત, ચાલકોનો બચાવ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના વ્યસ્ત એવા સોરઠીયાવાડી સર્કલ પાસે આજે એક સ્વિફ્ટ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાને પગલે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને જોતજોતામાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે, આ જોરદાર ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ભારે જહેમત બાદ ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. અકસ્માતને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે શરૂઆતમાં પોલીસને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી. હાલમાં પોલીસે આ મામલે પ્રાથમિક નોંધ કરી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

App Store