VIDEO BREAKING: રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર દરમિયાન કેટલાક લોકોના ધૂણવાના મામલે હવે રાજકારણ ગરમાયું
સોર્સ : gstv
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર દરમિયાન કેટલાક લોકોના ધૂણવાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે આ વિવાદમાં ઝંપલાવતા નિવેદન આપ્યું છે કે જે લોકો ધૂણતા હતા તેમની અને તેમના પરિવારની તપાસ થવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે જો આવા લોકો માનસિક રોગી હોય તો તેમનો યોગ્ય ઇલાજ કરાવવો જોઈએ, પરંતુ જો તેઓ જાણીજોઈને આવું નાટક કે ઢોંગ કરતા હોય તો તેમની સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.

