VIDEO: રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ટીકાકારોને આપ્યો જવાબ
સોર્સ : GSTV
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા. જ્યાં તેમણે પોતાના વિવાદો અને ટીકાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આજે દરેક જગ્યાએ તેમની પરીક્ષા લેવામાં આવી રહી છે. અને અનેક લોકો તેમની સામે પડકારો ઉભા કરી રહ્યા છે. તેમણે પડકાર આપનારાઓને સંબોધતા જણાવ્યું કે અન્ય ગંભીર સામાજિક મુદ્દાઓ પર પણ અવાજ ઉઠાવવો જોઈએ. ધર્માંતરણ અને લવ જેહાદ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ હિન્દુ સમાજના હિત માટે કાર્ય કરી રહ્યા છે, તેથી તેમના પર ટિપ્પણીઓ કરવામાં આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉમેર્યું કે ટીકા કરનારાઓ પ્રત્યે પણ તેઓ આભાર વ્યક્ત કરે છે.

