Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ auction: List of properties of Pakistani nationals in Rajkot

Video/ ખરીદવા માટે તૈયાર રહો: Rajkotમાં પાકિસ્તાની નાગરિકોની મિલકતોની યાદી તૈયાર, ટૂંક સમયમાં કરાશે હરાજી

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્ર સરકારના એનિમી પ્રોપર્ટી (Enemy Property) કાયદા હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી પાકિસ્તાની નાગરિકોની માલિકીની મિલકતોની ટૂંક સમયમાં જાહેર હરાજી(auction) કરવામાં આવશે. આ હરાજીની પ્રક્રિયા હાથ ધરવા માટે વહીવટી તંત્ર દ્વારા મિલકતોનો સર્વે અને મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે.

App Store

139 મિલકતોનો સર્વે અને વર્ગીકરણ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે આપેલી માહિતી મુજબ, રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 139 મિલકતો Enemy Property હેઠળ આવે છે. આ તમામ મિલકતોનો વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

66  જેટલી મિલકતોને સ્પષ્ટપણે 'દુશ્મન મિલકત' તરીકે જાહેર કરવામાં આવી છે.

જ્યારે 73 મિલકતોનો સર્વે હાલમાં ચાલી રહ્યો છે અથવા તેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ સર્વેની કામગીરી રાજકોટ જિલ્લા પ્રશાસન અને મુંબઈની વિશેષ ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટની રજૂઆત અને હરાજીની પ્રક્રિયા

કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું કે, આ તમામ એનિમી પ્રોપર્ટીનો સંપૂર્ણ સર્વે રિપોર્ટ અને મૂલ્યાંકન આગામી 23 ડિસેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. રિપોર્ટ રજૂ થયા બાદ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર આ તમામ મિલકતોને સરકાર દ્વારા હરાજી કરીને વેચવામાં આવશે.

'દુશ્મન મિલકત' એટલે શું?

'દુશ્મન મિલકત' (Enemy Property) એટલે એવી મિલકતો જે એવા નાગરિકોની માલિકીની હતી જેઓ 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલા ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા અને ત્યાંના નાગરિક બની ગયા હતા. ભારત સરકારે આવા નાગરિકોની મિલકતોને 'દુશ્મન મિલકત' જાહેર કરીને તેના પર નિયંત્રણ મેળવી લીધું છે. આ કાયદાનો હેતુ આ મિલકતોને સરકારી નિયંત્રણ હેઠળ લાવીને રાષ્ટ્રીય હિતમાં તેનો ઉપયોગ કરવાનો છે.