Rajkotમાં નજીવી બાબતે થઈ જૂથ અથડામણ, રિક્ષામાં કરાઈ તોડફોડ
સોર્સ : GSTV
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઊભા થયા છે. શહેરના ભગવતી પરા વિસ્તારમાં નજીવી બાબતને લઈને જૂથ અથડામણની વધુ એક ઘટના બની છે, જેમાં જાહેર માર્ગ પર હિંસા અને તોડફોડ જોવા મળી હતી. ઘટનાની જાણ થતા એસઓજી, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે પણ માથાકુટ થઈ હતી ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જેને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

