Rajkot news: સૌરાષ્ટ્ર યુનિ.નું BCA સેમ.5 નું પેપર રદ થતાં થયો વિવાદ, પ્રોફેસરની બેદરકારીનો ભોગ 2200 વિદ્યાર્થીઓ બન્યા ભોગ

સોર્સ : gstv
ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની ગંભીર બેદરકારીને કારણે ૨૨૦૦ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે. યુનિવર્સિટીએ ૧૨ નવેમ્બરે લેવાયેલું BCA સેમેસ્ટર-૫નું પ્રોગ્રામિંગ ઇન પાયથન*નું પેપર સત્તાવાર રીતે રદ જાહેર કર્યું છે
ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
તપાસમાં સામે આવ્યું છે કે જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપાલે ઇન્ટર્નલ પરીક્ષા માટે કાઢેલું પેપર જ બેઠેબેઠું યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં પૂછી લેવામાં આવ્યું હતું. આ મામલે ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉક્ટર મનીષ શાહે પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે, કે હવે આ રદ થયેલું પેપર આગામી ૨૨ નવેમ્બરના રોજ ફરીથી લેવામાં આવશે. એક અધ્યાપકની ભૂલને કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

