Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Video/ A massive fire broke out in a parked car in the Mawdi area of ​​Rajkot,

Video/ રાજકોટના મવડી વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ, જૂની અદાવતમાં આગ લગાવાઈ હોવાની ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, આ આગ અકસ્માત હતી કે કોઈએ લગાડી હતી તે અંગે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં જૂની અદાવતના કારણે જાણી જોઈને કાર સળગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

App Store

ભડ-ભડ સળગતી કારના દ્રશ્યો

મવડી વિસ્તારમાં જ્યારે કારમાં આગ લાગી ત્યારે તે ભડ-ભડ સળગી ઊઠી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.  ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ પોતાની રીતે પાણી અને અન્ય માધ્યમો વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કોઈ વ્યક્તિએ પૂર્વેની કોઈ અદાવત કે બદલો લેવાના ઇરાદે આ કારમાં જાણી જોઈને આગ લગાડી છે.

સમગ્ર મામલે માલવિયા નગર પોલીસે જાણ થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હાલમાં કાર માલિક અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા અને જૂની અદાવતની ચર્ચામાં કોઈ તથ્ય છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટોપિક્સ:rajkotrajkot newsfirefire in car